હેવાનિયત / તુઘલખી ફરમાન પર પ્રેમીને માર્યો માર, જાહેરમાં માર્યો જૂતાથી માર

lover beaten by villagers in auragabad

Divyabhaskar

Mar 31, 2019, 05:59 PM IST
ઔરંગાબાદમાં આજકાલ એક વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે જેમાં એક યુવકને જાહેરમાં જ જૂતાથી માર મારવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવતાં જ તેની હકિકત પણ બહાર આવી હતી જે મુજબ તે યુવકનો ગુનો એટલો જ હતો કે તે તેની પ્રેમિકા સાથે હતો ને કેટલાક લોકોએ જોઈ લીધો હતો. જે બાદ આખો મામલો ગામની પંચાયતમાં ગયો હતો. જ્યાં તેને જાહેરમાં 50 જૂતા મારવાની તેમજ એક લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ યુવકના પરિવારજનોએ આગળ આવીને આવું તુઘલખી ફરમાન આપનારા મુખી સહિત અન્ય લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે પણ હવે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
X
lover beaten by villagers in auragabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી