• Home
  • Dvb
  • Dbv
  • Longest Dance Underwater Holding Breath VIRAL video

અંડરવોટર ડાન્સ / કપલે પૂલમાં ઓક્સિજન વિના કર્યો ડાન્સ,3 મિનિટ સુધી ડાન્સ કરીને સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Longest Dance Underwater Holding Breath VIRAL video

Divyabhaskar

Jan 18, 2019, 08:21 PM IST

ઇટાલીના પેડોવામાં એક કપલે પૂલમાં ત્રણ મિનિટ સુધી ઓક્સિજન માસ્ક વિના ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. મરીના કજાનકોવા અને દિમિત્રી માલાંસેકોએ આ પરફોર્મન્સ 3 મિનિટ 28 સેકન્ડમાં પૂરું કર્યું. એક શ્વાસમાં કરાયેલા આ ડાન્સને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. આ પરફોર્મન્સ દરમિયાન કપલે દોરડા પર તલવાર વડે સ્ટંટ પણ કર્યા. મરીનાએ જણાવ્યું કે, આ પરફોર્મન્સ દરમિયાન અમે પાણીમાં હાર્ટ બીટ ઓછી કરવા અને શાંત રહેવાની માનસિક તૈયારીઓ પણ કરી હતી. કંઈક અલગ કરવા માટે અમે ડાન્સ ફ્લોરની જગ્યાએ દોરડા પર પસંદગી ઉતારી. પાણીની અંદર દોરડા પર સંતુલન જાળવવું સહેલું નહોતું. તે માટે અમારે ઘણી મહેનત કરવી પડી.

ચિયરલીડર્સના કોચનો વીડિયો લીક થતાં જ વાઇરલ થયો, ઉત્સાહ વધારવા આવું કરે

X
Longest Dance Underwater Holding Breath VIRAL video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી