માત્ર 10 જ સેકન્ડમાં તો મોંઘીદાટ ગાડીઓમાં કરે ચોરી, કાચ તોડવાની કળા જોઈ પોલીસ ચમકી

live chori caught in camera in rajsthan

Divyabhaskar.co.in

Sep 17, 2018, 05:20 PM IST

રાજસ્થાનના કોટામાં આજકાલ મોંઘીદાટ કાર્સમાં જ હાથ સાફ કરતી ગેંગ સક્રિય થઈ છે. કારનો કાચ તોડીને ચોરીની બૂમરાણ મચતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આ દૃશ્યો જોઈને પોલીસ પણ ચમકી ગઈ હતી, કેમ કે આ ચોરીઓ એ કોઈ એકલદોકલ વ્યકિતનું કામ નહોતું. આ આખા કારનામાને અંજામ આપવા માટેની એક આખી ગેંગ હતી જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું પહેલી નજકરે પોલીસે અનુમાન કર્યું છે. આ આખી ગેંગ સર્કલ પર ઉતરીને પહેલા તો અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ જાય છે અને પછી કોઈ એક મોંઘીદાટ કારને નિશાન બનાવીને તેનો કાચ તોડીને અંદરથી વસ્તુઓ ચોરી લે છે. ચાલતાં ચાલતાં જ ચોરીને આપવામાં આવતો અંજામ જોઈને અને તેમની મોડ્સ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચમકી હતી.

X
live chori caught in camera in rajsthan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી