કિન્નરોનું મહાસંમેલન બન્યું લોકોમાં પણ ચર્ચાનો વિષય / કિન્નરો બેન્ડ-વાજા સાથે નાચતાં નાચતાં પહોંચ્યા મંદિર-મસ્જિદમાં, ત્યાં એવી વસ્તુઓ ચડાવી કે લોકો જોતા રહ્યા

Kinnar-kalash-yatra-in-muzaffarnagar-shiv-temple|

Divyabhaskar.com

Nov 30, 2018, 05:12 PM IST

ઉત્તરપ્રદેશના મુજફફરનગરમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા કિન્નરોના આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં હજારોની સંખ્યામાં કિન્નરો ઉમટી પડ્યા હતા.આ કળશ યાત્રા રૂડકી રોડથી શરૂ કરીને ત્યાંના જાણીતા શિવમંદિરમાં પહોંચી હતી.કિન્નરોના આ મહાસંમેલનને જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. અહીં પહોંચ્યા બાદ કિન્નરોના ગુરુએ શિવના ચરણોમાં અનેક વસ્તુઓ અર્પણ કરી હતી. જેમાં લગભગ સાડા બાર કિલોનો ઘંટ પણ હતો. સાથે જ તેમણે શિવને છત્તર પણ અર્પણ કર્યું હતું. કિન્નરોએ દેશની સુખ સમૃદ્ધિ અને સામાન્ય જનતાની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. આ કળશ યાત્રામાં દેશભરમાંથી કિન્નરો આવ્યા હતા તો સાથે જ રસ્તામાં લોકોએ પણ આ કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. 30 નવેમ્બરે આ કિન્નરોનું મહાસંમેલન પૂર્ણ થયું હતું.

પાક.ના પેશાવરમાં કપૂર ખાનદાનની હવેલી મ્યૂઝિયમમાં ફેરવાશે

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો શિયાળામાં ચામડીને સૉફ્ટ રાખવાનો ઘરેલુ ઉપાય

X
Kinnar-kalash-yatra-in-muzaffarnagar-shiv-temple|

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી