શંકાના આધારે પકડેલા કિન્નરનાં પોલીસવાળાએ એક બાદ એક જાતે જ ઉતાર્યાં કપડાં,છોડી મૂકવા કરતો રહ્યો આજીજી ને લોકો હસતા હસતા બનાવતા રહ્યા વીડિયો

Kinnar caught by police man video viral

Divyabhaskar.com

Nov 03, 2018, 07:47 PM IST

હિમાચલ પ્રદેશના રાજગઢમાં એક યુવક કિન્નરનો સ્વાંગ રચીને લોકો જોડે પૈસા પડાવતો હતો જેની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસકર્મીને તેના વર્તન અને હાવભાવથી જ શંકા ગઈ હતી કે આ નકલી કિન્નર છે. જેથી તેમણે વધુ તપાસ હાથ ધરી હતી. આ કિન્નર બની બેઠેલા યુવકનાં તેમણે એક બાદ એક એમ બધા જ કપડા ઉતરાવ્યા હતા જેમાં તે નકલી કિન્નર બનીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો હોવાનું દેખાઈ આવ્યું હતું. આકરી પૂછપરછને અંતે તે યુવકે જણાવ્યું હતું કે રાજસ્થાનના ચિત્તોડગઢનો છે. આ પોલીસકર્મીની સાવચેતી અને સમજને લોકોએ વખાણી હતી તો કોઈએ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.જો કે તાજેતરમાં વધી રહેલા મૉબ લિંચિંગના કિસ્સાઓને ધ્યાને લઈએ તો આ યુવક નસીબદાર હતો કે કોઈ ટોળાના હાથે ચડી ગયો નહોતો.

હીરા ઘસતાં ઘસતાં કારીગરને આવ્યાં માતાજી, ધૂણતાં ધૂણતાં કરી ગામના ખેતરથી હીરાની ઘંટી સુધી આવેલી મંદીની વાત

X
Kinnar caught by police man video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી