• Home
  • Dvb
  • Dbv
  • kinnar akhada at aghori puja in sangam nagri prayagraj

પ્રયાગરાજ / કિન્નરોએ સંગમ તટે અડધી રાત્રે કરી તાંત્રિક વિધિ, જોવા મળ્યા અઘોરીઓ પણ

kinnar akhada at aghori puja in sangam nagri prayagraj

Divyabhaskar

Jan 24, 2019, 05:05 PM IST
પ્રયાગરાજ: કુંભમાં ભવ્ય પેશ્વાઈ કરીને ચર્ચામાં આવેલ કિન્નર અખાડો ફરી એક વાર મંગળવારે મધરાત્રે કરેલી તાંત્રિક વિધિ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ઉત્તર ભારતના પ્રભારી એવાં ભવાની માઈની આગેવાનીમાં મોડી રાત્રે ગળામાં માનવ ખોપડીઓ ધારણ કરીને તંત્ર-મંત્રની વિદ્યા કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ આ સમયે તેમણે તાંત્રિક વિદ્યા અને સ્મશાનમાં કાળ ભૈરવની સાથોસાથ જ મહાદેવ અને દસ દેવતાની પૂજા કરી હતી. જેનો ઉદેશ્ય દેશમાં સનાતન ધર્મનું રક્ષણ થાય તેમજ સમાજમાં શાંતિ જળવાઈ રહે તે હતો. સામાન્ય રીતે તો આવી પૂજામાં પ્રાણીઓની બલિ આપવામાં આવતી હોય છે પણ અહીં તો સાત પ્રકારના અનાજ અને કોળાની બલિ અપાઈ હતી. ખાસ વાત એ હતી કે આવી વિધિના વીડિયો પણ રેકોર્ડ કરવા દેવામાં આવતા નથી તેવામાં આ વીડિયો બહાર આવતાં જ તે વાઈરલ થવા લાગ્યો હતો.

X
kinnar akhada at aghori puja in sangam nagri prayagraj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી