Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1856

કુદરતના સાનિધ્યમાં બનેલી હોટલ્સમાં માણો ઇગ્લૂ આકારના રૂમની મજા, પલંગના સ્થાને બરફની પાટોનો થાય ઉપયોગ

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

દુનિયામાં અનેક સ્થળો છે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણકારી હોય છે. એવી કેટલીક હોટલ્સ પણ છે જ જે પોતાની અનોખી રીતથી, કે પછી કોઇ ખાસ થીમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાથી લોકોમાં એક અલગ જ આકર્ષણ પેદા કરે છે. અહીં અનેક પ્રકારની લક્ઝરી સુવિધાઓ પણ મળે છે. આવો જાણીએ એવી જ એક જગ્યા વિશે જે આવેલી છે ફિનલેન્ડના સારિસેલકામાં.

ફિનલેન્ડના સારિસેલકામાં બનેલા કાકસ્વૉટેનન આર્કટિક રિસોર્ટનો આ મનોહર નજારો જોઈને કોઈ પણ વ્યક્તિ આકર્ષિત થઈ જ જાય. કુદરતથી ઘેરાયેલી આ અનોખી હોટલ ગ્લાસના પરંપરાગત ઇગ્લૂ એટલે કે બરફના ઘર અને લાકડાના લક્ઝરી રૂમ ઉપલબ્ધ કરાવે છે. ફિનલેન્ડની આ હોટલ્સમાં ઇગ્લૂ આકારના રૂમની બહારની લાઇટની શોભાને જોવાનો એક અલગ જ લ્હાવો છે. તેના રૂમ અને છત થર્મલ ગ્લાસથી બનેલા છે.આ ક્ષેત્રમાં આવા ઘણાં રિસોર્ટ્સ છે જે દુનિયાભરના પર્યટકો વચ્ચે પ્રખ્યાત છે. તે ઉપરાંત આ સ્થળ રેન્ડિયર સફારી, સ્નો-બોલિંગ અને સ્કીઈંગ માટે પણ પ્રખ્યાત છે. તેમાં પલંગના સ્થાને બરફની પાટોનો ઉપયોગ થાય છે જેની પર લાકડાના પાટિયા હોય છે. અહીં મફત વાઇ-ફાઇ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. પર્યટકો અહીં બરફની મજા માણી શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP