કાનપુર પોલીસનો બર્બર ચહેરો ફરી એકવાર આવ્યો સામે, આરોપીને પહેલા બેરહેમીથી માર્યો, બેભાન થયો તો ઘસડીને લઈ ગયા લોક અપમાં

kanpur police beaten drunkman in police station

કાનપુર પોલીસનો બર્બર ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે જેમાં એક નશાખોર યુવકને પોલીસકર્મીઓ બેરહેમીથી ફટકારી રહ્યા છે. કાનપુરમાં એક યુવક નશો કરીને ધમાલ કરી રહ્યો હતો. જેને પોલીસ પકડીને પોલીસસ્ટેશનમાં લઈ આવી. યુવક હજી નશામાં જ હતો આથી તેની ગેરવર્તણુંકથી ગુસ્સે ભરાઈને પોલીસકર્મીઓએ તેને એટલો માર મર્યો કે તે બેભાન થઈ ગયો. એટલું જ નહીં આ બેભાન થયેલાં યુવકને ત્યારબાદ લોક અપમાં બંધ કરવા માટે તેને ઉંચકીને લઈ જવાને બદલે ફર્શ પર ઘસડીને લઈ જવામાં આવ્યો...!

divyabhaskar.com

Oct 26, 2018, 05:15 PM IST

કાનપુર,યુપી

કાનપુર પોલીસનો બર્બર ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે જેમાં એક નશાખોર યુવકને પોલીસકર્મીઓ બેરહેમીથી ફટકારી રહ્યા છે.

કાનપુરમાં એક યુવક નશો કરીને ધમાલ કરી રહ્યો હતો. જેને પોલીસ પકડીને પોલીસસ્ટેશનમાં લઈ આવી. યુવક હજી નશામાં જ હતો આથી તેની ગેરવર્તણુંકથી ગુસ્સે ભરાઈને પોલીસકર્મીઓએ તેને એટલો માર મર્યો કે તે બેભાન થઈ ગયો. એટલું જ નહીં આ બેભાન થયેલાં યુવકને ત્યારબાદ લોક અપમાં બંધ કરવા માટે તેને ઉંચકીને લઈ જવાને બદલે ફર્શ પર ઘસડીને લઈ જવામાં આવ્યો...!

આ અમાનવીય કૃત્યને ત્યાં હાજર એક વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરીને વાયરલ કરી દીધું. જે બાદ આ વીડિયોને કારણે પોલીસ પર લોકો ફિટકાર વરસાવવા લાગ્યા. આ વીડિયોથી મચેલો હોબાળો જોઈને SSPએ તાત્કાલિક અસરથી આરોપી પોલીસકર્મીને સસ્પેંડ કરી દીધો છે.

રિપોર્ટ, દિવ્યભાસ્કર.કોમ

X
kanpur police beaten drunkman in police station

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી