ચાલુ કોર્ટમાંથી હાથકડી સાથે જ ભાગ્યા બે આરોપીઓ, સહેજ પણ વિચાર્યા વગર જજ કાળો કોટ કાઢીને દોડ્યા તેમને પકડવા

judge CHASES two defendants ran courtroom

Divybhaskar.com

Oct 28, 2018, 03:36 PM IST

અમેરિકાના વોશિંગટનની ડિસ્ટ્રિક્ટ કોર્ટ એવી લૂઇસ કાઉન્ટીમાં જે ઘટના બની હતી તે સોશિયલ મીડિયામાં ચર્ચાએ ચડી હતી. અનેક લોકોએ તે કોર્ટના જજ એવા આર.બઝર્ડને સાચા હીરો કહ્યા હતા. વાત જાણે એમ હતી કે જ્યારે તેઓ બે આરોપીઓ સામે કોર્ટમાં સુનાવણી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તે આરોપીઓ ત્યાંથી ભાગે છે. ભાગતી વખતે જાણે કે તેઓ પણ પકડી શકતા હોય તો પકડી લેજો એમ કહીને જજને ચેલેન્જ કરતા હોય તેમ જજ સીધા જ કોર્ટમાંથી ઊભા થઈ ગયા હતા. સહેજ પણ વધુ વિચાર કર્યા સિવાય તેમણે તેમનો કોટ કાઢીને ફેંક્યો હતો અને સીધા જ ભાગ્યા હતા આ બંને આરોપીઓને પકડવા. જજને આ રીતે ભાગતા જોઈને કોર્ટમાં હાજર રહેલા અન્ય લોકો પણ ચમક્યા હતા. આ આરોપીઓ અને જજ વચ્ચેની આખી દોડ-પકડ ત્યાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.જજ તેમને પકડી લે તે પહેલાં જ અન્ય લોકોએ તેમને ઝડપી લીધા હતા. જો કે આરોપીઓને પકડવાની જજની આ મહેનત માથે પડી નહોતી.

X
judge CHASES two defendants ran courtroom

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી