Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2418

પુલવામાની અસલી કહાણી, આતંકથી બદનામ અને રક્તરંજિત પ્રદેશની હકીકત હિંસાથી ઘણી દૂર છે

  • પ્રકાશન તારીખ19 Feb 2019
  •  
વીડિયો ડેસ્ક: જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ પર થયેલા હુમલા બાદ પુલવામા જિલ્લાની દેશ-દુનિયામાં ચર્ચા છે. હિંસા અને લોહીયાળ સમયમાંથી પસાર થઈ રહેલો આ પ્રદેશ કુદરતી સૌંદર્યોથી ભરપૂર છે. આજે પુલવામાની એક એવી કહાણી બતાવીશું જે અજાણી અને આગવી છે. ભૌગોલિક રીતે આ જિલ્લો ઉત્તરમાં શ્રીનગર, બડગામ, પશ્ચિમમાં પૂંછ અને દક્ષિણ-પૂર્વમાં અનંતનાગથી ઘેરાયલો છે. પુલવામા જિલ્લો શ્રીનગરથી અંદાજે 28 કિલોમિટર દૂર આવેલો છે. જેની વસ્તી અંદાજે 6 લાખ જેટલી છે. પહાડો, નદીઓ અને ઝરણાંઓથી ભરપૂર એવો આ જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. અહીં ચોખા અને કેસરની ખેતી થાય છે. જિલ્લામાં ધાન્ય, ઓઈલ સીડ, કેસર અને દૂધ જેવા કૃષિઉત્પાદનનું મુખ્ય યોગદાન છે. તો સફરજન, અખરોટ, ચેરીની ખેતી માટે આ વિસ્તાર જાણીતો છે. ખળખળ વહેતાં ઝરણાં અને પ્રાકૃતિક સંપદા પુલવામાને કુદરતે ખોબલે ખોબલે આપી છે. શહેરથી 39 કિમી દૂર આવેલા અહરબિલ ઝરણાની સુંદરતા જોતાં જ મન મોહી લે તેવી છે. પુલવામા જિલ્લો ઐતિહાસિક રીતે રાજા અવંતિવર્મન અને લલિતાદિત્યે બનાવેલા પુરાતત્ત્વીય સ્મારકો માટે પ્રસિદ્ધ છે. આ શહેર આજે પણ અવંતિપૂરા નામથી ઓળખાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP