Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1176

આ મહિલાનાં આખી દુનિયા કરે છે વખાણ, 105 વર્ષની ઉંમરે પોતાનાં કામથી મળી જીવનની સૌથી મોટી સફળતા

  • પ્રકાશન તારીખ07 Dec 2018
  •  

ગુંટૂર

યૂ-ટયૂબની પોપ્યૂલર શેફ કારે મસ્તાનમ્માનું 107 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તે આંધ્રપ્રદેશની ગુડીવાડાની રહેવાસી હતી. તેમણે ગુંટૂર જીલ્લામાં છેલ્લા શ્વાસ લીધા હતા.તેઓ યૂ-ટ્યૂબ પર પોતાની ચેનલ પર ગામનાં સરળ રીત રિવાજથી બનાવાતાં ભોજનનાં વીડિયો માટે પ્રખ્યાત હતા.કન્ટ્રી ફૂડ નામની તેમની યૂ-ટ્યૂબ ચેનલ તેમનાં પૌત્રએ શરૂ કરી હતી જેતાં 8 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર છે. કારે હંમેશા પોતાની રસોઈમાં તાજા શાકભાજીનો જ ઉપયોગ કરતી હતી.વળી, તે રસોડામાં આજના કોઈપણ મોર્ડન સંસાધનોનો ઉપયોગ કરતી ન હતી.કારેનાં પતિનું નિધન થયું ત્યારે તે ફક્ત 22 વર્ષની હતી, ત્યારથી તેમણે પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી ઉપાડી હતી.કારે શેફની યૂ-ટ્યૂબ ચેનલની શરૂઆત 2016માં થઈ ત્યારે તેમની ઉંમર 105 વર્ષ હતી.માત્ર 2 વર્ષમાં તેઓ સૌથી પોપ્યુલર શેફમાંની એક બની ગઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP