નિષ્ઠા / ટિકિટ વિના ટ્રેનમાં ચડી ગયું કપલ, TTએ પકડતાં સીન થયો, ખુશ કરવા આપી આ ઑફર, જુઓ પછી શું થયું?

Indian railway employee video viral

Divyabhaskar.com

Feb 07, 2019, 07:58 PM IST
વીડિયો ડેસ્કઃ ભારતીય રેલવેના કર્મચારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. એક કપલ ટિકિટ વિના ટ્રેનમાં ચડી ગયું હતું. જ્યારે કર્મચારીએ કપલ પાસે ટિકિટ માગી તો આનાકાની કરવા લાગ્યું હતું. બાદમાં કર્મચારીએ કહ્યું કે ટિકિટના પૈસા પણ આપવા પડશે અને દંડ પણ ભરવો પડશે. પેસેન્જરે કર્મચારીને કહ્યું કે થોડા પૈસા લઈ લો અને વાત પતાવો. જોકે કર્મચારીએ તેમની વાત માની નહોતી. અંદાજ 10 મિનિટ સુધી રકઝટ કર્યા પછી પણ કર્મચારીએ પેસેન્જર પાસેથી ટિકિટના પૈસા લીધા હતા અને દંડ પણ વસૂલ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકો કર્મચારીની ઈમાનદારીને વખાણી રહ્યા છે.

X
Indian railway employee video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી