• Home
  • Dvb
  • Dbv
  • Indian army carry pregnant woman to hospital amidst snowfall in kashmir

જાંબાઝ જવાનો / બરફવર્ષામાં ગર્ભવતીને સૈનિકોએ આ રીતે બચાવીને કરાવી દાખલ, ટ્વિન્સને જન્મ આપ્યો

Indian army carry pregnant woman to hospital amidst snowfall in kashmir

Divyabhaskar

Feb 11, 2019, 06:38 PM IST
કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં સખત હિમવર્ષા થઈ રહી હતી તેવામાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં જ તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવી જરૂરી હતી. આ મહિલા અને એનો પતિ ભારે બરફવર્ષા હોવાથી ઘરમાં ફસાયાં હતાં. કોઈએ બાદમાં ભારતીય લશ્કરને આની જાણ કરતાં જ સૈનિકો તાબડતોબ એમના ઘેર પહોંચી ગયા હતા. બાદમાં આ જવાનોએ પોતાની જાંબાઝી બતાવીને માઈનસ સાત ડિગ્રી તાપમાનમાં પણ તેને દવાખાને લઈ જવાની કવાયત હાથ ધરી હતી. જવાનોએ સ્ટ્રેચર પર સુવડાવીને લગભગ અઢી કિલોમીટર જેટલું આમ જ ચાલીને રસ્તો પાર કર્યો હતો સાથે જ તેમણે જ દવાખાનામાં પણ આમ ડોક્ટરની વ્યવસ્થા કરી હતી. તેમના આ કાર્યમાં લોકોએ પણ શક્ય એટલી મદદ જવાનોને કરી હતી. જે બાદ મહિલાએ ત્યાં ડિલિવરી થતાં ટ્વિન્સને જન્મ આપ્યો હતો. જવાનોની આ જિંદાદીલીનો વીડિયો પણ લોકો શેર કરીને તેમને સલામ કરી રહ્યા છે.
X
Indian army carry pregnant woman to hospital amidst snowfall in kashmir

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી