Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3195

ધસમસતી કાર જઈને પડી નહેરમાં, એક જ ઝાટકે પતિ-પત્ની અને બે માસૂમ બાળકોનાં મોત

  • પ્રકાશન તારીખ07 Apr 2019
  •  
પંજાબના પટિયાલામાં આવેલા નાભા રોડ પર આવેલી ભાખરા નહેરમાં અચાનક જ એક કાર ધસમસતી સ્પીડે જઈને ખાબકતાં તેમાં સવાર ચાર લોકોનું ડૂબી જવાથી કરૂણ મોત થયું હતું. બાદમાં ત્યાં રેસ્ક્યુ ટીમે જઈને મહામહાનતે તેમાંથી લાશો બહાર કાઢી હતી. મળતી માહિતી મુજબ મૃતક એવા પરમવીરસિંહ તરીકે થઈ હતી જે શહેરમાં ઈમિગ્રેશન અને કોચિંગ ક્લાસ ધરાવે છે. ગોતાખોરો તેમના મૃતદેહ કાઢ્યા બાદ તેમની ઓળખવિધી પણ કરવામાં આવી હતી. જેમાં તેમની પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ કાર જેવી નહેરની પાસે પહોંચી કે તરત જ તેની સ્પીડ વધી ગઈ હતી અને સીધી જ નહેરમાં ખાબકી હતી. કારના બધા જ કાચ પણ ઓપન હોવાથી તેમાં તરત જ પાણી ઘૂસી ગયું હતું. અંદરથી બચવા માટે બાળકો બૂમો પણ પાડી રહ્યા હતા.પોલીસે પણ આ અકસ્માત છે કે આત્મહત્યા તે નક્કી કરવા માટે હવે સીસીટીવીની શોધખોળ આદરી છે. મળતી વિગતો પ્રમાણે મૃતકે કેટલાક લોકોને વિદેશ મોકલવા માટેના પૈસા લીધા હતા પણ તે મોકલી શક્યો નહોતો. હવે તે લોકો રૂપિયાની ઉઘરાણી કરતા હોવાથી આ પગલું ભર્યું હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP