• Home
  • Dvb
  • Dbv
  • IAS officer to spend just Rs 18,000 for son's wedding

પ્રેરણાદાયક / આંધ્રના IAS ઓફિસરે માત્ર 18 હજાર રૂ.માં પુત્રના લગ્ન કરાવ્યા, લોકોએ કરી સલામ

IAS officer to spend just Rs 18,000 for son's wedding

Divyabhaskar

Feb 10, 2019, 05:00 PM IST

આંધ્રપ્રદેશના આઇએએસ ઓફિસર પટનાલા બસંત કુમાર લગ્નપ્રસંગમાં ફાલતુ ખર્ચ કરતા લોકો માટે એક દાખલો બેસાડ્યો હતો. બસંત કુમાર તેમના પુત્રના લગ્ન માત્ર 18 હજાર રૂપિયાના ખર્ચે કરીને લોકોને એક અલગ જ રાહ બતાવી હતી. તેમના પુત્રના આજે વિશાખાપટ્ટનમમાં લગ્ન હતા. તેઓ વિશાખાપટ્ટનમ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કમિશનર છે. લગ્નમાં કુલ 36 હજાર રૂપિયા ખર્ચ થયો છે, જે વરપક્ષ અને કન્યાપક્ષ અડધો-અડધો ભોગવવામાં આવ્યો છે, મતલબ કે 18-18 હજાર રૂપિયા. તેમાં મહેમાનો માટે જમણવારનો ખર્ચ પણ સામેલ છે. બસંત કુમારે આ અગાઉ 2017માં દીકરીના લગ્ન પણ ખૂબ સાદાઇથી 16,100 રૂપિયામાં જ કર્યા હતા. તેમને 2012માં આઇએએસ કેડરમાં પ્રમોશન મળ્યું હતું. આ લગ્નનમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હન લગ્ન સમારોહમાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપશે તેવી માહિતી પણ સામે આવી હતી.

X
IAS officer to spend just Rs 18,000 for son's wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી