મરણિયો પ્રયાસ / કારની ડેકીમાંથી બહાર પડ્યો બંધક, ડેશ કેમમાં રેકોર્ડ થઈ શોકિંગ ઘટના

hostage jumps out of From a running car in mexico

Divyabhaskar

Apr 04, 2019, 03:56 PM IST
મેક્સિકો શહેરની ટ્રાફિકથી ધમધમતી ગલીમાં જે શોકિંગ નજારો કારના ડેશ કેમમાં ઝડપાયો હતો તે જોઈને કારચાલક જ પણ ડરી ગયો હતો. તેની કારની આગળ જ જઈ રહેલી એક કારની ડેકી અચાનક ખુલે છે જે બાદ તરત જ તેમાંથી એક વ્યક્તિ નીચે રોડ પર પડતું મૂકે છે. સદનસીબે પાછળ અન્ય કોઈ વાહન ના આવતાં હોવાથી તેને કોઈ વધુ ઈજા થઈ નહોતી. તેની હાલત જોઈને જ લોકો સમજી ગયા હતા કે તેને કોઈએ કિડનેપ કર્યો હતો, બાદમાં તેના હાથ બાંધીને કારની ડેકીમાં પૂરી દીધો હતો. જાહેરમાં જ આવા ગુનાને અંજામ આપનાર લોકો તો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે પણ તરત જ આખા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી હતી જેથી જલદીથી આરોપીઓને પકડી શકાય. જો કે આખા મામલામાં પોલીસે પણ અપહરણની થિયરીને કોઈ સમર્થન નથી આપ્યું. જો કે વીડિયો જોઈને યૂઝર્સે તે યુવકની સલામતી માટે પ્રાર્થના કરી હતી.
X
hostage jumps out of From a running car in mexico

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી