Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3305

જાળીમાં હાથ નાખીને સિંહણને રમાડવા ગયો પ્રવાસી, જડબામાં દબોચેલો હાથ છોડાવવા માર્યાં વલખાં

  • પ્રકાશન તારીખ19 Apr 2019
  •  
ટ્વિટર પર આફ્રિકન નામના અકાઉન્ટ પર અપલોડ કરાયેલો માત્ર બાવીસ સેકન્ડનો આ વીડિયો જોતજોતામાં જ વાઈરલ થયો હતો. તેઓ ક્યારેય નહીં સુધરે લખીને પોસ્ટ કરાયેલો આ વીડિયો કાળજું કંપાવી દે તેવો છે. સિંહ યુગલને જોઈને નેટની અંદર હાથ નાખીને તેમણે તેના માથા પર વહાલ કર્યું હતું. સિંહનો આવો મળતાવડો વર્તાવ જોઈને તેમણે સિંહણ આગળ પણ પોતાનો હાથ લાંબો કર્યો હતો. બસ પછી તો તે સિંહણે તેને જડબામાં દબોચી લીધો હતો આ જોઈને ત્યાં હાજર તેમની પત્ની પણ ચિલ્લાવા લાગી હતી. સદનસીબે પિટર નોર્ત્જે સિંહણના જડબામાંથી હાથ નીકાળવામાં સફળ તો રહ્યા હતા પણ સાથે જ ગંભીર ઈજાઓ થઈ હોવાથી દાખલ પણ કરવા પડ્યા હતા. જે બાદ તંત્રએ પણ આ ઘટનાની જવાબદારી લેવાની ના પાડતાં કહ્યું હતું કે ત્યાં ઠેર ઠેર સૂચનાઓ લખેલી જ છે કે પ્રાણીઓની વધુ નજીક ના જવું. તમને એ પણ જણાવી દઈએ કે 55 વર્ષીય પિટર નોર્ત્જે પોતાની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે સજોડે સાઉથ આફ્રિકાના ફોરેસ્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP