Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3213

ઓવરટેક કરવા જતાં કારે મજૂરને ફંગોળ્યો હવામાં, ડેશ કેમમાં કેદ થયો ભયાનક અકસ્માત

  • પ્રકાશન તારીખ09 Apr 2019
  •  
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનની સડક પર કામ કરતા એક મજૂર સાથે થયેલો ગમખ્વાર અકસ્માત અન્ય સાધનના ડેશ કેમમાં કેદ થયો હતો. જેના ફૂટેજ જોઈને લોકો ચિત્કાર કરી ઉઠ્યા હતા. ઝોલેલે ફિંડેલા નામનો 32 વર્ષીય મજૂર જ્યારે રોડનું કામ પૂર્ણ કરીને રસ્તો ક્રોસ કરતો હતો ત્યારે અચાનક જ એક ટોયોટાએ ઓવરટેક કરવા જતાં તેને હડફેટે લીધો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે તે હવામાં ફંગોળાઈને ગુલાંટિયુ ખાઈ ગયો હતો. આ શોકિંગ દૃશ્ય ડેશ કેમમાં કેદ થયું હતું જે બાદમાં વાઈરલ પણ થવા લાગ્યું હતું. પોલીસ હજુ સુધી અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા કારચાલકને પણ શોધી શકી નથી. જો કે યૂઝર્સે પણ જ્યારે પોલીસની ધીમી કાર્યવાહી વિશે જાણ્યું ત્યારે તેમનો રોષ ભડકી ઉઠ્યો હતો. મજૂરની હાલત પણ ગંભીર હોવાથી ઘરના સભ્યો સહિત અનેક લોકો હવે તેની હાલત સુધરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP