Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2742

નદીમાં થીજી ગયું હતું હરણ, રેન્ડીઅરને બચાવવા અજમાવ્યા દિલધડક પ્રયોગ

  • પ્રકાશન તારીખ11 Mar 2019
  •  
રશિયાના સૌથી ઠંડા સાઈબેરિયામાં એટલી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે કે ત્યાંની નદીઓ પણ તેના લીધે થીજી ગઈ છે. માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં ત્યાંની સરકારે તો થીજી ગયેલી નદીઓ પર પ્રવાસી અને સ્થાનિક લોકોને કાર ચલાવવાની મંજૂરી પણ આપી દીધી છે, તેવામાં ગત નવેમ્બર મહિનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક રેન્ડીઅર એટલે કે શીત પ્રદેશોમાં જોવા મળતું એક જાતનું ભારવાહક મજબૂત હરણ જેને ગાડીમાં જોડવામાં આવે છે તે પણ પાણીમાં થીજી ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમે સ્થાનિકોની મદદ લઈને બરફને કાપીને તેને બહાર ખેંચ્યું હતું. જો કે તેની દશા અતિ ગંભીર હોવાથી ત્યાં આગ સળગાવીને તેને ગરમી આપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો જે બાદ તેના શરીરને ગરમ રાખવા માટે તેને વોડકા પણ પીવડાવ્યો હતો. આમ ભારે મહેનતના અંતે તેને ફરી ઉભું થઈને ચાલવા માટે સક્ષમ કર્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP