લોકસભા / અમિત શાહે પૌત્રીને ભાજપની ટોપી પહેરાવા કર્યો પ્રયત્ન, જો કે ટોપી તો ના જ પહેરી

granddaughter of amit shah Denied to wear bjp cap

divyabhaskar.com

Mar 30, 2019, 04:46 PM IST
લોકસભાની બેઠક પર ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદમાં રોડ શો કર્યા બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહ ઉમેદવારીપત્ર ભર્યા હતા. 4 કિમીના 3 કલાક ચાલનારા રોડ શો દરમિયાન અમિત શાહ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેવામાં તેમનો એક મજેદાર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સામાન્ય રીતે તો કોઈની સામે નહીં ઝૂકનારા અમિત શાહ પોતાની પૌત્રીની જીદ સામે હસતાં હસતાં જ નત મસ્તક થયા હતા. તેમના પરિવારની ઈચ્છા હતી કે પૌત્રી પણ તેની સમર કેપ કાઢીને ભાજપની ટોપી પહેરે જે માટે દાદા-દાદીએ તેના માથે ભાજપની ટોપી પહેરાવવા પ્રયત્ન કર્યો હતો .જે બાદ માસૂમે તેની બાળહઠનો પરિચય આપ્યો હતો. જોઈ લો શું થયું જ્યારે દાદા-દાદીએ તેને ભાજપની ટોપી પહેરાવવા માટેનો ટ્રાય કર્યો ત્યારે.
X
granddaughter of amit shah Denied to wear bjp cap

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી