હેટ ક્રાઈમ કે સામાન્ય બબાલ? / ​બુરખો પહેરેલી વિદ્યાર્થીનીને ટોઈલેટમાં માર્યો ઢોર માર, શાળામાં મુસ્લિમ બાળકી પર થયેલા હુમલાના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી હલચલ

Girl in hijab is beaten in school usa

Divyabhaskar.com

Dec 24, 2018, 07:13 PM IST

અમેરિકાના પિટ્સબર્ગના કોઈ વિસ્તારમાં આવેલી એક શાળાના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી હતી. અહીં જોઈ શકાય છે કે કઈ રીતે એક વિદ્યાર્થીની શાળાના જ એક ટોઇલેટ પાસે અન્ય એક બુરખો પહેરનાર વિદ્યાર્થીનીની પર હુમલો કરે છે. અચાનક જ થયેલા આ હુમલા સામે લડત આપવા માટે તે બાળકી પણ વળતો જવાબ આપે છે જો કે તે સફળ થતી નથી. માસૂમ એક જ ધક્કામાં સીધી જ નીચે પડી જાય છે બાદમાં પણ હુમલાખોર યુવતી તેને ફટકારે જાય છે. વીડિયો જોઈને અનેક મુસ્લિમ સંસ્થાઓએ આ મામલે ઝડપથી કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.જે બાદ ટાઉન પોલીસે ઘટતું કરવાની વાત કરી હતી જો કે તેમણે આ ઘટનાને હેટ ક્રાઈમ ગણવાનો ઇન્કાર કર્યો હતો.

X
Girl in hijab is beaten in school usa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી