• Home
  • Dvb
  • Dbv
  • French 'Spiderman' arrested after scaling 46 storey tower in Manila

જોખમી સ્ટંટ / સેફ્ટી બેલ્ટ વગર 712 ફૂટ ઊંચી બિલ્ડિંગ પર ચઢ્યો સ્પાઈડરમેન, લોકોનો જીવ થયો અધ્ધર

French 'Spiderman' arrested after scaling 46-storey tower in Manila

Divyabhaskar

Jan 30, 2019, 06:49 PM IST
વિશ્વની અનેક ઊંચી ઈમારતો પર કોઈ જ સુરક્ષા વિના ચઢવા બદલ અનેક વાર જેલની હવા ખાઈ ચૂકેલા ફ્રાન્સના 56 વર્ષીય ફ્રી ક્લાઈમ્બર ફરી એક ગગનચુંબી ઈમારત પર ચડી ગયો હતો. એલન રોબર્ટ નામનો આ ફ્રી ક્લાઈમ્બર પોતાની જાતને સ્પાઈડરમેન તરીકે ઓળખાવે છે જે હવે ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં આવેલ એક 712 ફૂટ ઊંચા ટાવર પર ચડી ગયો હતો. જીટી ટાવર નામે જાણીતી આ ઈમારત પર કોઈ પણ જાતની સુરક્ષા વિના જ ઉપર ચડતા આ શખ્સને જોઈને લોકો પણ ચોંક્યા હતા. તેનું આ સાહસ મોંઘુ પડે તેમ હતું જોકે, આ વાત પોલીસ સુધી પહોંચતા જ રોબર્ટની ધરપકડ કરી લેવાઈ હતી.

X
French 'Spiderman' arrested after scaling 46-storey tower in Manila

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી