Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3096

આધેડ અચાનક જ પડ્યો નીચે, લોકો આવતાં જતાં જોતા રહ્યા,મદદ ના કરી તો ગયો જીવ

  • પ્રકાશન તારીખ31 Mar 2019
  •  
કેરળના કોચીમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો હતો જેના સીસીટીવી જોઈને સોશિયલ મીડિયામાં યૂઝર્સ પણ સહેમી ગયા હતા. આ ફૂટેજ પણ લોકોની બેકાળજી જોયા બાદ ભોગ બનેલા આધેડના પુત્રએ જ શેર કર્યા હતા. જેમાં તેણે લખ્યું હતું કે મારા પિતાને આ રીતે ગલીમાં તરફડિયાં મારતા જોઈને કાશ કોઈએ પોલીસને જાણ કરી હોત કે પછી સારવાર માટે દવાખાને દાખલ કર્યા હોત તો કદાચ તે આજે અમારી સાથે જ હોત. ઈમોશનલ અપીલવાળો આ વીડિયો વાઈરલ થયો હતો. લોકોએ પણ જ્યારે તે આધેડ રોડ પર તરફડિયાં મારતા હતા ત્યારે તેમની સામે જોવાની પણ તસ્દી નહોતી લીધી. હદ તો ત્યારે થઈ કે વચ્ચોવચ્ચ પડેલા તે આધેડને એક વ્યક્તિએ તો ખસેડીને સાઈડમાં કર્યા હતા પણ તેમને સારવાર માટે લઈ જવાનું પણ મુનાસિફ નહોતું માન્યું. શું આપણે એ હદે નિષ્ઠુર થઈ ગયા છીએ કે સામે કોઈ રોડ પર પડ્યું પડ્યું વલખાં મારતું હોય તો પણ આપણે તેની પાસે જઈને તેની તકલીફ જાણવાની પણ ચિંતા ના કરીએ. તમને એ પણ જણાવી દઈએ કે રસ્તા વચ્ચે જ મૃત્યુ પામનાર એ શખ્સના જે પુત્રએ આ ઈમોશનલ પોસ્ટ લખી હતી તે પોતે પણ ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP