Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1269

વાસણ બનાવતી ફેક્ટરીમાં દુર્ઘટના, મશીનમાંથી ગોળીની જેમ 10 ધારદાર સ્ટીલના છરા છૂટ્યા, મજૂરના શરીરમાં આરપાર નીકળી ગયા

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

વીડિયો ડેસ્કઃ ચીનના હુનાન સ્ટેટમાં એક દુર્ઘટના થતાં ફેક્ટરીમાં કામ કરતા મજૂરના શરીરમાં સ્ટીલના 10 છરા ઘૂસી ગયા હતા. સદનસીબે ઓપરેશન કરતાં મજૂરનો જીવ બચી ગયો હતો. આ દુર્ઘટના માટીનાં વાસણ બનાવતી ફેક્ટરીમાં થઈ હતી. મશીનમાં કંઈક ગડબડ થઈ અને સ્ટીલના છરા મજૂરના શરીરની આરપાર નીકળી ગયા હતા. ફેક્ટરીમાં ઝોઉ નામનો મજૂર નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યો હતો. દરમિયાન મશીનમાંથી અચાનક ધારદાર છરા નીકળવા લાગ્યા હતા અને તેના શરીરમાં ઘૂસી ગયા હતા. આ ઘટના બાદ મજૂરને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મજૂરની સ્થિતિ જોતાં તેને મોટી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જ્યાં તેનું ઓપરેશન કરીને છરા બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરનું કહેવું છે કે એક છરો તો ધમનીથી માત્ર 0.1 મિલીમીટર દૂર રહી ગયો, જેનાથી તેના જીવને જોખમ હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP