• Home
  • Dvb
  • Dbv
  • fact of VIRAL VIDEO in Florida Police Point Gun at 2 Year Old Girl

માસૂમનું સરન્ડર / કાર સામે બંદૂક તાંકીને પોલીસે કહ્યું હાથ ઊંચા કરી બહાર આવો, બીજી જ ઘડીએ એવું થયું કે અમેરિકાની પોલીસ પણ ઈમોશનલ થઈ ગઈ

fact of VIRAL VIDEO in Florida Police Point Gun at 2-Year-Old Girl

Divyabhaskar

Jan 22, 2019, 03:48 PM IST
વીડિયો ડેસ્ક: ફ્લોરિડાના રસ્તા પર જોવા મળેલું આવું દૃશ્ય જોઈને દરેકની આંખમાંથી આંસુ આવી ગયા હતા. એક કારને ઘેરીને પોલીસે તેની અંદર રહેલા ચોર સામે ગન તાકી હતી જે બાદ તેમણે હાથ અદ્ધર કરીને સરન્ડર કરવા માટે મજબુર પણ કર્યો હતો. જો કે હજુ પણ કારમાં બીજું કોઈ વ્યક્તિ હાજર છે તેવું લાગતાં જ તેમણે ફરીથી ચેતવણી આપીને બહાર નીકળવા કહ્યું હતું. બાદમાં તેમાંથી જે બહાર આવ્યું તેને જોઈને આ વીડિયો રેકોર્ડ કરનાર યુવતીઓના મોંઢામાંથી પણ અરેરાટીભર્યા ઉદ્દગાર નીકળી પડ્યા હતા. માંડ માંડ કારમાંથી ઉતરેલી માત્ર 2 વર્ષની બાળકી પોલીસ અને તેમના હાથમાં રહેલી બંદૂક જોઈને એ હદે ડરી ગઈ હતી કે તે સીધા જ તેના બે હાથ અદ્ધર કરીને સરન્ડર કરતી હોય તેમ પોલીસની સામે જવા લાગી હતી. માસૂમ બાળકીનું આવું વર્તન જોઈને પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. જો કે સલામતીના કારણોસર તેમણે હજુ પણ કાર તરફ બંદૂક તો તાણી જ રાખી હતી. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયો દ્વારા લોકોએ બાંધેલી પોલીસ માટેની ખોટી ધારણાઓ બાદ અમેરિકન પોલીસે બોડી કેમેરાના ફૂટેજ પણ જાહેર કર્યા હતા. જેમાં જોઈ શકાય છે કે તેમણે કઈ રીતે આખી પરિસ્થિતિને કૂનેહપૂર્વક પાર પાડીને કારની પણ તલાશી લીધી હતી. પોલીસે આ મામલે બે વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં એક વ્યક્તિ આ બાળકીના પિતા પણ હતા તો સાથે જ આ બંને બાળકોની સાથે રહેલી તેમની માતાને પોલીસે જવા દીધી હતી.

X
fact of VIRAL VIDEO in Florida Police Point Gun at 2-Year-Old Girl

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી