• Home
  • Dvb
  • Dbv
  • fact about that viral video that shows final moments of Indonesian plane crash

ટેક-ઓફની 13 મિનિટ બાદ ક્રેશ થયું હતું વિમાન, 189 પેસેન્જર્સના મોતની છેલ્લી ક્ષણોના 'કથિત' વાઈરલ વીડિયોનું આ છે સત્ય

fact about that viral video that shows final moments of Indonesian plane crash

Divyabhaskar.com

Nov 02, 2018, 04:49 PM IST
29 ઓક્ટોબરના રોજ ઇન્ડોનેશિયામાં લાયન એર ફ્લાઇટ જેટી-610 જાવાના સમુદ્રમાં ક્રેશ થયું હતું. વિમાનમાં બેઠેલાં તમામ 189 પેસેન્જર્સના મોત થયા હતા. તેના થોડા દિવસ બાદ આ વીડિયો જોરશોરથી સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો હતો કે જેમાં દાવો કરાયો હતો કે આ ક્રેશ થયેલા જેટી-610 નામના પ્લેનની અંતિમ ક્ષણોનો છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે જોઈ લો અંદર કેવો હતો અફડાતફડીનો માહોલ. પ્લેનમાં સવાર એક પેસેન્જર દ્વારા આ આખી ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઈરલ થયા બાદ કેટલાક યૂઝર્સે તેના પર અનેક સવાલો કર્યા હતા. જો કે જોતજોતામાં અનેક પ્લેટફોર્મ પર આ વીડિયોના વ્યૂઝ લાખોમાં પહોંચી ગયા હતા. આ જોઈને તરત જ ઈન્ડોનેશિયન સત્તાવાળાઓ હરકતમાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ વીડિયો જેટી-610 નામના પ્લેનનો નથી તેમણે વધુ વિગતો આપતાં એ પણ જણાવ્યું હતું કે આ વીડિયો એ જેટી 353 નામની ફ્લાઈટનો છે જે જાકાર્તાથી પડંગ તરફ જઈ રહી હતી. કેટલાક લોકોએ આ વીડિયો ઇંસ્ટાગ્રામમાં અપલોડ કરાયેલો આ વીડિયો ખોટા મેસેજ લખીને વાઈરલ કર્યો હતો.

X
fact about that viral video that shows final moments of Indonesian plane crash

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી