• Home
  • Dvb
  • Dbv
  • emotional story of Boy, 12, has to do his homework under a street lamp

હૃદયસ્પર્શી કિસ્સો / માતા ઘરમાં લાઈટનું કનેક્શન લઈ શકતી ના હોવાથી પુત્ર કરતો હતો સ્ટ્રીટ લાઈટ નીચે અભ્યાસ, વાઈરલ થઈ ઈમોશનલ સ્ટોરી

emotional story of Boy, 12, has to do his homework under a street lamp

Divyabhaskar

Apr 19, 2019, 07:00 PM IST
પેરૂના નોર્થવેસ્ટના એક રોડ પર લાગેલા સીસીટીવીમાં કેદ થયેલા બાર વર્ષના બાળકની સ્ટોરીએ સોશિયલ મીડિયામાં લોકોને હચમચાવી દીધા હતા. વિક્ટર માર્ટિન નામનો આ બાળક રોજ રાત્રે સ્ટ્રીટ લાઈટના સહારે ગલીમાં ભણતો હતો. તેની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે તેની માતા તેમના ઘરે લાઈટ પણ લઈ શકતી નહોતી. જો કે તે પણ એ વાત સારી રીતે જાણતો હતો કે જો કોઈ વસ્તુ તેમની આ ગરીબીને દૂર કરી શકે તેમ હોય તો તે છે સારું શિક્ષણ. બસ એ જ એક માત્ર હેતુથી તે રોજ રાત્રે આ રીતે સરકારી લાઈટના અજવાળે ભણતો હતો. તમને એ પણ જણાવી દઈએ કે આટલી અગવડો વચ્ચે પણ સ્કૂલમાં સતત તેનો ગ્રેડ સુધરી રહ્યો હતો. વિક્ટર માર્ટિન મોટો થઈને પોલીસ ઓફિસર બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે. તેના આ સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં જ તેની આખી કહાની પણ બહાર આવી હતી. તેની આ ધગશ જોઈને જ મેયરે પણ તેમના ઘરમાં લાઈટ લાવી આપવાની ઓફર મૂકી હતી.
X
emotional story of Boy, 12, has to do his homework under a street lamp

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી