• Home
  • Dvb
  • Dbv
  • Elephant goes on rampage in Kerala creates panic among residents

અફડાતફડી / કેરળમાં ગાંડાતૂર હાથીએ ગામમાં ફેલાવ્યો આતંક, કારને રમકડાની જેમ ફંગોળીને દોડ્યો લોકો પાછળ

Elephant goes on rampage in Kerala creates panic among residents

Divyabhaskar

Apr 21, 2019, 03:16 PM IST
કેરળના પલક્કડમાં આવેલા કૂઝાલમન્નમ ગામમાં ગુરૂવારે એક ગાંડાતૂર થયેલા હાથીએ આતંક ફેલાવીને ભયનો માહોલ પેદા કર્યો હતો. આખા ગામમાં ફરીને આ હાથીએ અનેક સાધનોને તોડી નાખ્યાં હતાં તેમજ ઘરની બાઉન્ડ્રી વોલને પણ ખેદાનમેદાન કરી નાખી હતી. ગામમાં ફરી રહેલો મદમસ્ત હાથી જેમ જેમ આગળ વધતો હતો તેમ તેમ સામે મળતી દરેક વસ્તુનું નામોનિશાન મિટાવતો જતો હતો. તેની રખેવાળી કરતા મહાવતો પણ તેને અંકુશમાં કરવા માટે નિ:હાય હાલતમાં પાછળ પાછળ દોડતા જતા હતા. જે બાદ તેમણે એલિફન્ટ સ્કવૉડની મદદથી તેના પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે હાથીના આતંકને લીધે કોઈને ઈજા થઈ નહોતી. મળતી માહિતી મુજબ આ હાથીને ત્યાં યોજાનાર ધાર્મિક મેળાવડા માટે લાવવામાં આવ્યો હતો.
X
Elephant goes on rampage in Kerala creates panic among residents

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી