Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-747

જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોરનો દાવો, 2019માં ભાજપ સરકાર બનાવશે પરંતુ 2014 જેવી લહેર નહીં બને

  • પ્રકાશન તારીખ12 Nov 2018
  •  

નવી દિલ્હીઃ જનતાદળ યુનાઈટેડ (JDU)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં 2014 જેવો માહોલ નહીં બને. તેઓએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલાં ઈન્ટવ્યૂમાં કહ્યું કે, "ભાજપ જીતશે તેની સંભાવના સૌથી વધુ છે, પરંતુ ડિજિટલ દુનિયાએ બધું જ બદલી નાંખ્યું છે. હવે લોકો સત્યની સાથે રજૂ થયેલી વસ્તુઓને જોવા માંગે છે. તમે સપનાં ન વેંચી શકો. એટલે મને નથી લાગતું કે આ વખતે કોઈ લહેર બનશે."

પ્રશાંતે કહ્યું- 2019માં ભાજપને 272થી વધુ સીટ મળવી મુશ્કેલ

- દેશમાં સારા દિવસો અંગે પ્રશાંત કિશોરે કહ્યું, "આનો જવાબ તો લોકો આપશે, પરંતુ મને નથી લાગતું કે તેઓ માહોલ હવે બનશે. ચીજો બદલાઈ ગઈ છે. આ પ્રકારનું વાતાવરણ ન બનવા બદલ ઉમેદવારો પર જવાબદારી વધી જાય છે."
- પ્રશાંતે કહ્યું કે, "આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને 272થી વધુ સીટ મળવાનું મુશ્કેલ છે. આપણાં દેશમાં 70 ટકા લોકો દિવસમાં 100 રૂપિયા પણ નથી કમાઈ શકતા. તેમનું મગજ વાંચવુ મુશ્કેલ છે. તેઓ જે કહે છે તેને સત્ય ન માની શકાય. આજ કારણ છે કે ચૂંટણીના પરિણામ અનેક વખત ચોંકવનારા હોય છે."
- ભાજપની જગ્યાએ JDUમાં સામેલ થવાના સવાલ પર પ્રશાંતે કહ્યું, "હું બિહારમાં કામ કરવા માટે JDUમાં સામેલ થયો. હું નીતિશ કુમારના કામને પસંદ કરુ છું. JDU એક નાની પાર્ટી છે. હું તેમની વિચારધારાથી પોતાને જોડાયેલો અનુભવુ છું."
- 2019ની ચૂંટણીમાં ગઠબંધનના મહત્વ પર તેઓએ કહ્યું કે, "ભાજપ ગઠબંધનનો મુખ્ય પક્ષ છે. જો આજે ચૂંટણી થાય તો તે સૌથી મોટી પાર્ટી તરીકે આગેવાની કરશે. અમે 10-12 દિવસમાં જીતી કે હારી શકીએ છીએ. એટલે હજુ ચૂંટણી અંગે વિચારવું ઉતાવળ ગણાશે."
- રામ મંદિરના મુદ્દે તેઓએ કહ્યું કે, "ચૂંટણી દરમિયાન પાર્ટીઓ કોઈ એવા મુદ્દાને વચમાં રાખવા માંગે છે જેનાથી તેઓને લાભ મળી શકે. હું JDUમાં નવો છું, પરંતુ જ્યાં સુધી પાર્ટીનો સવાલ છે તો અમે માનીએ છીએ કે આ અંગે સુ્પ્રીમ કોર્ટે નિર્ણય કરવો જોઈએ. જે બાદ દરેક લોકોએ તેનું સન્માન કરવું જોઈએ."

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP