• Home
  • Dvb
  • Dbv
  • drunk policeman of rewadi Haryana captured on mobile camera

દારૂ ઢીંચીને ડ્યૂટી પર આવેલ સ્પેશિયલ પોલીસ ઓફિસરનો હંગામો, લોકોએ વારંવાર ઊભો કરવા છતાંય બુલેટ પરથી પડી જતો,લોકોએ વીડિયો ઉતારી કર્યો વાઈરલ

drunk policeman of rewadi Haryana captured on mobile camera

divyabhaskar.com

Dec 10, 2018, 06:39 PM IST

હરિયાણાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દારૂ ઢીંચીને ડ્યૂટી પર આવેલો સ્પેશિયલ પોલીસ ઓફિસર રસ્તા વચ્ચે જ લથડીયાં કાવાં લાગ્યો હતો. SPO વિરેન્દ્રને દારૂ પીધેલી હાલતમાં જોઈ ટ્રાફિક પોલીસકર્મીઓએ તેને ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો, છતાં SPO બુલેટ પરથી વારંવાર પડી જતો હતો. લોકોએ તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.વીડિયો વાઈરલ થતાં SPએ SPOને સસ્પેન્ડ કર્યો હતો. ઉલ્લેખનિય છે કેસ વીરેન્દ્રને એક વર્ષના કરાર પર પોલીસમાં ભરતી કરાયો હતો. જ્યાં તે મોડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

પ્રજાનાં રક્ષકની જ જ્યાં પ્રજાએ સંભાળ લેવી પડતી હોય તે દ્રશ્ય લોકોની સલામતી માટે ખતરારૂપ ગણી શકાય છે.માટે, વારંવાર જોવા મળતાં નશામાં ધૂત પોલીસકર્મીઓનાં આવા શરમજનક દ્રશ્યોથી હવે પોલીસખાતું કંઈ બોધપાઠ લે તો સારું.

X
drunk policeman of rewadi Haryana captured on mobile camera

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી