Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3405

પિતાને જેલ ભેગા કરવા માટે દોઢ કિમી દોડ્યો 8 વર્ષનો માસૂમ, પોલીસે હિંમતના વખાણ કર્યા

  • પ્રકાશન તારીખ01 May 2019
  •  

ઉત્તરપ્રદેશના સંત કબીર નગરમાં રહેતા મુસ્તાક નામના એક બાળકના પોલીસ સાથેના ફોટોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી દીધી છે. પોલીસ અધિકારી પાસે ઉભેલા આ માસૂમને જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે કદાચ આ ટાબરિયો કોઈ ગુનો કરતાં પોલીસના હાથે પકડાઈ ગયો હશે. જો કે હકિકત સાવ અલગ જ છે, મુસ્તાકે જે કામ કર્યું હતું તે જોઈને પોલીસે પણ તેની સરાહના કરવા માટે જ આ ફોટોઝ તેમના ટ્વિટર અકાઉન્ટ પર અપલોડ કર્યા હતા. ટ્વિટરની પોસ્ટ મુજબ આઠ વર્ષના મુસ્તાકના પિતા તેની મમ્મી સાથે મારપીટ કરતા હતા, જેથી તે તેની માતાને પિતાના ત્રાસથી છૂટકારો અપાવવા માટે દોઢ કિમી દોડીને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પહોંચીને તેણે તેની માતાની વ્યથા પોલીસને કહીને તેના પિતા સામે જ ફરિયાદ નોંધવાની આજીજી પણ કરી હતી. જે બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી કરીને તેના પિતાની ઘરેલું હિંસાના મામલે ધરપકડ કરી હતી. યૂપી પોલીસના સિનિયર અધિકારીએ પણ લોકો પોતાની ફરજો અને હકો પ્રત્યે જાગૃત થાય તે માટે મુસ્તાકનો આ કિસ્સો દુનિયા સમક્ષ મૂકીને કહ્યું હતું કે, આ બાળકે તેની માતા પર પિતા દ્વારા ગુજારાતા જુલમ સામે ફરિયાદ કરી છે. આ નાના બાળકે આપણને શિખવા અને સમજવા માટે બહુ જ ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. એકબાજુ ઘણા એવા લોકો છે જેઓ પોલીસ પાસે ફરિયાદ કરવા જતાં પણ ડરે છે તો બીજીબાજુ આ બાળકે સાહસનો પરિચય આપીને એ મજબૂત સંદેશો આપ્યો છે જુલમને સહન કરીને વધુ તકલીફો સહન ના કરો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP