Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2901

સૂતેલા સિંહનો ત્રણ ગોળીઓ મારીને કર્યો શિકાર, યૂઝર્સે કહ્યું, આ રમત નહીં પણ મર્ડર છે

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  
ટ્વિટર પર વાઈરલ થઈ રહેલ શિકારીનો આ વીડિયો જોઈને જ લોકો તેના પર રોષે ભરાયા હતા. લોકોએ એ હદે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બાદમાં તેની શોધખોળ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાઈડ સાથે હાથમાં ગન લઈને શિકાર કરવા નીકળેલ આ શખ્સ કઈ રીતે સૂતેલા સિંહનો શિકાર કરે છે. આ શિકારીએ તે સાવજની સામે ત્રણ ગોળીઓ છોડીને તેનું ત્યાં જ ઢીમ ઢાળી દીધું હતું. આટલેથી તેને ધરપત ના થઈ તો તે તેની પાસે જઈને તેને ગન વડે ગોદો પણ મારે છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તેની કોઈ પણ પ્રકારની ઓળખ જાહેર થઈ શકી નહોતી જે બાદ એક અપીલ પણ કરવામાં આવી હતી કે જો તમે આ શિકારીને જાણતા હોય તો તેને ઉઘાડો પાડવા વિનંતી. કેટલાક યૂઝર્સે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ કોઈ રમત નથી પણ એક મર્ડર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP