• Home
  • Dvb
  • Dbv
  • 'Disabled' beggar's hidden legs revealed by passerby Video viral

ભિખારીનું સત્ય / શંકા જતાં જ કપાયેલા પગવાળા ભિખારીને કર્યો ચેક, સામે આવ્યું વરવું સત્ય

'Disabled' beggar's hidden legs revealed by passerby Video viral

Divyabhaskar

Mar 08, 2019, 08:21 PM IST

સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ભિખારી તેની લારી પર સૂતો સૂતો જ ભીખ માગતો હોય છે. તેના દેખાવ પરથી જ લાગતું હતું કે તેના બંને પગ પણ કપાઈ ગયા છે જેના કારણે લોકો પણ તેની દયા ખાઈને તેને શક્ય એટલી મદદ કરતા હતા. જો અચાનક જ ત્યાંથી પસાર થતા રાહદારીને તેના પર શંકા ગઈ હતી. જે બાદ તેની સાથે વાતચીત કરીને તે અજાણ્યા રાહદારીએ તેનું પેન્ટ જ કાઢવા માંડ્યું હતું. આવી હરકતથી નજરે જોનારા લોકોને પણ તેના પર ગુસ્સો આવ્યો હતો તો સાથે જ તે ભિખારી પર દયા આવી હતી. તો પણ તે રાહદારી અટક્યો નહોતો અને બધાના વિરોધ વચ્ચે જ તેનું પેન્ટ નીકાળી જ દીધું હતું. બાદમાં જે જોવા મળ્યું હતું તે શોકિંગ હતું. માત્ર થોડી જ સેકન્ડોમાં જ જે લોકો તે ભિખારીની દયા ખાતા હતા તેઓ હવે તેના પર ગુસ્સે ભરાયા હતા. તમે પણ જોઈ લો ભિખારીએ શું કારનામું કર્યું હતું તે આ વીડિયોમાં.

X
'Disabled' beggar's hidden legs revealed by passerby Video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી