• Home
  • Dvb
  • Dbv
  • Digvijaya Singh phone calls electricity officer after power cut

લોકસભા ઈલેક્શન / સતત બીજી સભામાં પણ વિજળી ગુલ થતાં જ દિગ્વિજયસિંહ રઘવાયા થયા, ઈલેક્ટ્રીસિટી ઓફિસરને કોલ કરીને ખખડાવ્યા

Digvijaya Singh phone calls electricity officer after power cut

Divyabhaskar

Apr 30, 2019, 06:46 PM IST
મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ એક સભામાં સતત લાઈટ જવાની સમસ્યાના કારણે પરેશાન થઈ ગયા હતા. તેઓ એ હદે ગુસ્સે થયા હતા કે આ ઘટનાને ભાજપનું જ ષડયંત્ર ગણાવી હતી. સતત બે વાર તેમની અલગ અલગ સભાઓમાં વિજળી ગુલ થઈ જતાં તેમણે તરત જ ઈલેક્ટ્રીસિટી ઓફિસરને કોલ કરીને ખખડાવ્યા હતા. આટલું ઓછું હોય તેમ તેમના મોબાઈલનું સ્પીકર ઓન રાખીને બધી વાતચીત માઈકમાં લોકોને પણ સંભળાવી હતી. જો કે આશ્ચર્યની વાત એ હતી કે ઉપરી અધિકારી આ લાઈટ કાપ વિશે કોઈ જ વાત જાણતા નહોતા. જે બાદ, દિગ્વિજયસિંહે તેમને કહ્યું હતું કે જરા તમારા હાથ નીચેના સ્ટાફ પર તમારો કંટ્રોલ રાખો, તેઓ મનફાવે તેમ વર્તીને લાઈટ કટ કરી દે છે. આ વાતચીત દરમ્યાન જ ત્યાં ફરી વિજપાવર ચાલુ થઈ જતાં લોકોએ દિગ્વિજયસિંહને તાળીઓ પાડીને વધાવી લીધા હતા.
X
Digvijaya Singh phone calls electricity officer after power cut

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી