ચીની દંપતીએ દુબઈમાંથી તફડાવ્યો 60 લાખનો કિંમતી હીરો, અધિકારીઓએ સીસીટીવીના આધારે ટ્રેસ કરીને માત્ર 20 જ કલાકમાં મુંબઇ એરપોર્ટ પરથી પકડ્યું

Diamond stolen in Dubai recovered in India|

Divyabhaskar.com

Nov 06, 2018, 07:08 PM IST

એક ચાઇનીઝ દંપતી દુબઈની દુકાનમાંથી 3.27 કેરેટનો 300,000 દિરહામ એટલે 81,000 ડોલરનો હીરો લઇ ત્યાંથી ફરાર થઇ ગયું હતું.ચાળીસી વટાવી ચૂકેલાં આ દંપતીએ દુબઇની ઝવેરાતની એક દુકાનમાંથી હીરો ચોરી તાત્કાલિક યુએઇ છોડી દીધું હતું.જો કે તેમને પકડીને આ આશરે 59 લાખ રૂપિયાનો હીરો પરત મેળવવા માટે તરત જ ઓપરેશન ડાયમંડ હન્ટ હાથ ધરાયું હતું. તપાસમાં તે પણ જણાયું હતું કે આ બંને મૉલના જ વોશરૂમમાં પોતાના કોસ્ચ્યૂમ ચેન્જ કરીને ફરાર થયા હતા. બાદમાં આખી ઘટનામાં વધુ તપાસ હાથ ધરીને એરપોર્ટ સત્તાવાળાઓ પાસેથી જાણ્યું હતું કે આ કપલે હોંગકોંગ જવાની વેતરણમાં છે અને તેમણે બુકિંગ પણ કરાવી લીધું હતું. અધિકારીઓએ દરેક જગ્યાના સીસીટીવી મેળવી તેમને

ટ્રેસ કર્યાં હતાં. ઈન્ટરપોલની મદદથી જેવા તે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા કે તરત જ ત્યાં ધરપકડ કરવામાં આવી હતી.મળતી વિગતો મુજબ આ દંપતીએ ગુનાની કબૂલાત કરી લીધી છે. આ દંપતી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મુંબઈ થઈ હોંગકોંગ જવા માગતું હતું.

X
Diamond stolen in Dubai recovered in India|

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી