અકસ્માત / મા આખરે મા હોય છે: અકસ્માતમાં વાંદરીના બચ્ચાનું મોત, વાંદરી બચ્ચા આસપાસ ઘૂમતી રહી, મૃતદેહને રસ્તા પરથી હટાવતાં પોલીસકર્મીઓની આંખો અવળી થઈ ગઈ

death of a monkey baby and emotional video

Divyabhaskar.com

Jan 13, 2019, 03:07 PM IST
વીડિયો ડેસ્કઃ દુનિયામાં માતા અને બાળક વચ્ચેના સંબંધથી મોટો કોઈ સંબંધ નથી. પછી ભલે તે પ્રાણીઓની વાત કેમ ન હોય. આ ઈમોશનલ વીડિયો માતાની મમતા અને દર્દનું બયાન કરે છે. દુર્ઘટનામાં વાંદરીના બચ્ચાનું મોત થયું હતું. જોતજોતામાં અહીં વાંદરાઓનું ઝુંડ પણ આવી પહોંચ્યું. લોકોએ વાંદરાઓને ડરાવીને દૂર ભગાવ્યા પણ વાંદરી ત્યાંથી ન ખસી. પોતાના બચ્ચાંના મોત બાદ વાંદરી જોરજોરથી ચિચિયારીઓ પાડવા લાગી. ભારે જહેમત બાદ પોલીસકર્મીઓએ વાંદરીને ભગાડી જેથી બચ્ચાના મૃતદેહને રોડ પરથી હટાવી શકાય. મા આખરે તો મા હોય છે... પોતાના બાળકને ગુમાવવાનું દર્દ એનાથી બીજું કોણ અનુભવી શકે?

X
death of a monkey baby and emotional video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી