• Home
  • Dvb
  • Dbv
  • Dad stays calm, sings to young daughter during harrowing Camp Fire

સામે દેખાતી હતી ભીષણ આગની જ્વાળાઓ તો કાને પડતા હતા ગાડીઓના હોર્ન અને સાયરનના અવાજો, 3 વર્ષની દીકરી આ બિહામણા દૃશ્યો જોઈને ડરી ના જાય તે માટે પિતાએ કર્યું આવું

Dad stays calm, sings to young daughter during harrowing Camp Fire

Divyabhaskar.com

Nov 12, 2018, 07:06 PM IST

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં ઇતિહાસની સૌથી ભયાનક આગ લાગી છે જેને કેમ્પ ફાયરના નામે ઓળખવામાં આવી રહી છે.આ ભીષણ આગમાં રસ્તા પર ગાડીમાં ફસાયેલા એક પિતાએ સમજદારી વાપરીને પોતાની ત્રણ વર્ષની દીકરીને સલામત રીતે ઘરે પહોંચાડી હતી.જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. ચારેબાજુ આગ જ આગ હતી, કાનમાં ગાડીઓના હોર્ન અને સાયરનના અવાજ ગુંજતા હતા. એક ત્રણ વર્ષની બાળકી માટે આ સામાન્ય નહોતું જ તે તેના પિતા પણ સમજી ગયા હતા. એક સમયે આર્મીમાં કામ કરનાર તેના પિતા સારી રીતે જાણતા હતા કે આવી વિષમ પરિસ્થિતિમાં કઈ રીતે કામ લેવું તે.એલેન નામના આ પિતાએ આ ભીષણ આગની વચ્ચે પણ પોતાની ગાડી હંકારવાનું ચાલુ રાખ્યું હતું તો સાથે જ તેઓ તેમની દીકરીને હિંમત પણ આપી રહ્યા હતા. જરૂર પડતાં જ તેમણે પોતાની દીકરી માટે ગીત પણ ગાયું હતું. સતત પોતાની દીકરીનો જૂસ્સો તે વધારતા રહ્યા હતા અને આ ભીષણ આગને માસૂમના કૂમળા હૃદય પર સહેજ પણ હાવી થવા દીધી નહોતી. બાદમાં હેમખેમ ઘરે જઈને તેમણે તેના જન્મદિવસની પણ ઉજવણી કરી હતી.

X
Dad stays calm, sings to young daughter during harrowing Camp Fire

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી