મોત ક્યારે આવી જાય કંઈ કહી ન શકાય... કપલ સ્કૂટી પર જઈ રહ્યું હતું, રિવર્સ લેતાં ટ્રક-ડ્રાઈવરે બંનેને કચડી નાખ્યાં

Couple got crashed by a reverse truck in china

Divyabhaskar.com

Oct 30, 2018, 03:35 PM IST
ચીન: મોત ક્યારે અને ક્યાંથી આવે એ કહી શકાતું નથી. ગમે તેટલી સાવચેતી રાખવામાં આવે પણ જો તમારું મોત નક્કી હોય તો તમને મોતના મુખમાંથી કોઈ બચાવી શકતું નથી. આવી જ એક ઘટના બની છે ચીનમાં. એક ટ્રક જઈ રહ્યો હતો અને તેની પાછળ એક કપલ સ્કૂટી પર આવી રહ્યું હતું. ટ્રક ડ્રાઈવરે આગળ જઈને ટ્રક રિવર્સમાં લીધી. જોકે તેને ખ્યાલ નહોતો કે પાછળ કપલ છે. કપલ પણ રિવર્સમાં આવતી ટ્રક જોઈને ઊભું રહી ગયું હતું. જેમ જેમ ટ્રક આવતી ગઈ તેમ તેમ તેઓ પાછળ પડતાં રહ્યા. જોકે તેઓ સ્કૂટી પરથી નીચે પડી ગયા અને ટ્રકે તેઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. સીસીટીવીમાં આ અકસ્માત કેદ થયો હતો.
X
Couple got crashed by a reverse truck in china

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી