Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3327

પોલીસે શોધ્યો ખોવાયેલો ઉંદર, આધેડ માલિક સાથેનું મિલન થયું વાઈરલ

  • પ્રકાશન તારીખ22 Apr 2019
  •  
ઓસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે તેમના ફેસબુક પેજ પર એક એવી ઘટના શેર કરી હતી જેને જોઈને ઘણા બધા યૂઝર્સ ઈમોશનલ થઈ ગયા હતા. આધેડના હાથમાં પોલીસે જ્યારે ઉંદર સોંપ્યો ત્યારે તેમની આંખોમાં એક ચમક આવી ગઈ હતી. તેમની ખુશી તેમણે આ ઉંદરને વહાલથી કિસ કરીને વ્યક્ત કરી હતી. વાત જાણે એમ હતી કે આ બેઘર આધેડનો લૂસી નામનો ઉંદર લાપતા થઈ ગયો હતો જેથી તેઓ પોલીસના શરણે ગયા હતા. બાદમાં પોલીસે પણ આ ખોવાયેલા ઉંદરની વિગતો તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરીને લોકોને પણ શોધખોળ કરવા માટે અપીલ કરી હતી. આ ઝુંબેશમાં પોલીસને પણ સફળતા મળી હતી અને તેમણે લૂસી નામના ઉંદરને શોધીને હેમખેમ તેના માલિક સાથે મિલન કરાવ્યું હતું. માલિક અને ઉંદરના આ મિલનનો ઈમોશનલ વીડિયો અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ જોયો હતો તો સાથે જ હજારો લોકોએ તેને શેર પણ કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP