વાઈરલ / દસમા ધોરણની વિદ્યાર્થિની પરીક્ષા આપવા ઘોડો લઈને નીકળી, લોકોએ ધાકડ ગર્લનું આપ્યું બિરુદ

Class 10 girl rides a horse to reach exam centre,

Divyabhaskar

Apr 08, 2019, 03:10 PM IST
કેરળમાં આવેલ ત્રિસ્સૂરના રસ્તા પર ઘોડો લઈને નીકળેલી એક દસમા ધોરણની વિદ્યાર્થિની જોવા મળી હતી. જેનો વીડિયો બાદમાં આગની જેમ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. પરીક્ષાકેન્દ્રએ પહોંચવા માટે ઘોડો લઈને નીકળેલી આ વિદ્યાર્થિની બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેના આ કદમથી પ્રભાવિત થઈને આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયો તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને યૂઝર્સને તેની ઓળખ કરવા માટે પણ અપીલ કરી હતી. જે બાદ તેની ઓળખ ત્રિસ્સૂરની જ હોલી ગ્રેસ શાળામાં ભણતી સીએ ક્રિશ્ના નામે કરીને લોકોએ તેને રિઅલ હીરો ગણાવી હતી. પરીક્ષાના છેલ્લા પેપરમાં આ રીતે ઘોડેસવારી કરીને જવાનો નિર્ણય પણ તેનો પોતાનો હતો. યૂઝર્સે પણ તેને ધાકડ ગર્લનું બિરુદ આપીને વખાણી હતી.
X
Class 10 girl rides a horse to reach exam centre,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી