સ્કાયવૉક / 4600 મીટર ઊંચાઈ પર આવેલો કાચનો પુલ, દુનિયાભરના લોકો પ્રકૃતિદર્શન માણવા ઉમટે

China's cliff-clinging glass skywalk opens

Divyabhaskar

Jan 09, 2019, 07:30 PM IST

ચીનના હુનાન પ્રાંતના ઝાંગજિઆજી નેશનલ ફોરેસ્ટ પાર્કનો આ નજારો છે, જ્યાં તિયાનમન પર્વત પર 100 મીટર લાંબો કાચનો સ્કાયવૉક બનાવવામાં આવ્યો છે. હાલના દિવસોમાં અહીં વધારે પ્રમાણમાં મુલાકાતીઓ આવી રહ્યા છે. આ ખડક 4600 મીટર ઊંચો છે, જ્યાંથી બીજી

પર્વતમાળાઓ પણ દેખાય છે. ત્રણ બાજુથી ગોળાકાર હોવાના કારણે અહીં આ સ્કાયવૉક શક્યો બન્યો છે. અહીં સુધી પહોંચવા માટે ફ્રાન્સની કંપનીએ કેબલ કાર સેવા શરૂ કરી છે. જે દુનિયાના અન્ય ઊંચા પર્વતો કરતાં સૌથી લાંબી છે. 98 કેબલ કાર દ્વારા કુલ આશરે 7455 મીટરનું અંતર કાપવામાં આવે છે. રસ્તો હોવા છતાં મોટા ભાગે લોકો કેબલ કારથી જાય છે, જેથી ચોતરફ ફેલાયેલી આ ઘટાઓ જોઈ શકે. કાચના પુલ પરથી પ્રકૃતિદર્શન કરવાની મજા જ કંઈ ઓર છે.

Shocking Video: તાડના ઝાડ પર જ હૃદય હુમલો આવતાં સર્જાયું આવું ડરામણું દૃશ્ય

વેડિંગ સેલિબ્રેશનમાં યુવતીએ કર્યો મોસ્ટ એક્સપ્લોસિવ મહેંદી ડાન્સ:

X
China's cliff-clinging glass skywalk opens

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી