ચીને બનાવ્યું દૂષિત હવાને ચોખ્ખી કરતું વિશ્વનું સૌથી મોટું એર પ્યોરીફાયર ટાવર,ના પહેરવા પડે માસ્ક કે ના બળે આંખો

china builds 'world's biggest air purifier'

Divyabhaskar.com

Nov 05, 2018, 07:11 PM IST

એક તરફ જ્યાં દિલ્હી NCRમાં પ્રદૂષણને ડામવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતા છતી થઈ રહી છે ત્યાં પાડોશી દેશ ચીન પ્રદૂષણને પહોંચી વળવા સતત અવનવી શોધ કરી રહ્યો છે. ચીન અને ભારતની રાજધાની અનેક પ્રકારના પ્રદૂષણની ઝપેટમાં આવી જ ગઈ છે. ફરક એટલો જ છે કે આપણા દેશમાં તેનું સોલ્યુશન લાવવાના બદલે આક્ષેપબાજી કરીને રાજકીય રોટલો શેકવામાં આવે છે તો ચીનમાં તેના મૂળ સુધી પહોંયીને તેનું નિરાકરણ લાવવાની યોજના બનાવવામાં આવે છે.ગયા વર્ષે ચીને એર પ્યોરીફાયર માટે કરેલો પ્રયોગ હવે સફળ થઈ ગયો છે. શાંક્જી પ્રાંતના જિયાનમાં બનેલું આ 100 મીટર ઊંચું ટાવર ઝેરી ધુમાડાની સાથે સાથે ધુમ્મસ પણ હટાવે છે. જે શહેરના 10 વર્ગ કિલોમીટર સુધીની હવા સ્વચ્છ રાખે છે. આ એર પ્યોરીફાયર એક દિવસમાં 10 મિલિયન ક્યૂબિક મીટર સ્વચ્છ હવા આપે છે. આ ઉપરાંત ચીને કોલસાથી ચાલતા પાવર સ્ટેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના લીધે ચીનમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રદૂષણમાં 54 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

X
china builds 'world's biggest air purifier'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી