Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1429

કળયુગની નિષ્ઠુર જનેતા: ટ્રેનના ટોઈલેટમાં બાળકને જન્મ આપીને દુપટ્ટાથી બાંધીને ફેંક્યું અંદર, જીવતું જ મારી નાખવા ફ્લશ કરીને નીકળી ગઈ કઠણ કાળજાની માતા

  • પ્રકાશન તારીખ23 Dec 2018
  •  
પંજાબના અમૃતસરમાં હાવડા એક્સપ્રેસમાં માતાની મમતા લજવાઈ હતી. એક નવજાતને કળયુગની કઠણ હૃદયની માતાએ ટોઇલેટમાં જ જન્મ આપીને મરવા માટે ત્યજી દીધું હતું. કોઈ પણ વ્યક્તિ તેની આ ક્રૂર કરતૂત વિશે સાંભળે તો ધ્રુજી જાય તે હદે તેણે આ નવજાતને મારી નાખવા માટેનો રસ્તો અખત્યાર કર્યો હતો.પોતાની પાસે રહેલા દુપટ્ટાથી આ બાળકને બાંધીને તેને ટોઇલેટની અંદર ફેંકી દીધું હતું બાદમાં કડકડતી ઠંડીમાં તેણે ફ્લશ ચાલુ કરીને પાણીનો મારો કર્યો હતો જેથી તે બાળક સીધું જ ટ્રેનની નીચે પડી જાય. જો કે મારવાવાળા કરતાં બચાવવાવાળા મોટો હોય છે તે નાતે આ ઘટનાના 12 કલાક બાદ આ માસૂમ તે ટોઇલેટમાં ફસાયેલી હાલતમાં જ સફાઈકર્મીઓને મળ્યું હતું. જો કે તે સફાઈકર્મી પણ તેને મરેલું જ સમજયા હતા બાદમાં તેના રડવાનો અવાજ સાંભળીને તેને તરત જ દવાખાને લઈ જવાયું હતું. માનવતાની મહેક તો ત્યારે રણકી જ્યારે આ સફાઈકર્મીઓએ કહ્યું કે, "જો કોઈ આ બાળકને દત્તક લેવાવાળું કે પછી તેની સાચી જનેતા નહીં મળે તોતેઓ જ તેને તેમની પાસે રાખીને પ્રેમ આપશે."

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP