• Home
  • Dvb
  • Dbv
  • Canadian children sing ‘Om Jai Jagdish’ during a Christmas concert

ક્રિસમસ કોન્સર્ટમાં ગવાઈ આરતી / વિદેશની ધરતી પર ગુંજ્યો આરતીનો નાદ, શું છે આ આરતી ગાતા કેનેડાના બાળકોના વીડિયોની સચ્ચાઈ?

Canadian children sing ‘Om Jai Jagdish’ during a Christmas concert

Divyabhaskar.com

Dec 28, 2018, 02:58 PM IST

કેનેડામાં એક શાળામાં થયેલી ક્રિસમસની ઉજવણીમાં ત્યાંના બાળકોએ ગાયેલી આરતીનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ જ શેર થઈ રહ્યો છે. મરૂણ રંગના ડ્રેસમાં સજ્જ અને હાથમાં નોટબૂક રાખીને જ્યારે આ બાળકોએ ૐ જય જગદીશ હરે આરતીના સૂર છેડ્યા ત્યારે ત્યાં રહેલા દરેક લોકોમાં એક અલગ જ પ્રકારની ફિલિંગ અનુભવાઈ હતી.આ વીડિયો જાણીતી અભિનેત્રી રવિના ટંડને પણ તેના ટ્વિટ્ટર હેન્ડલ પર શેર કર્યો હતો જેમાં દરેક યૂઝર્સે લગભગ ભારતીય સંસ્કૃતિના વખાણ કરતી કોમેન્ટ્સ કરી હતી. જો કે કેટલાક એવા પણ હતા જ જેમણે આ વીડિયોને ફેક કહીને તેને શંકાઓના ઘેરામાં લાવી દીધો હતો. જો કે બાદમાં આ વીડિયો વિશે અમે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તે સૌ પ્રથમ યૂ ટ્યૂબમાં અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાતું હતું કે આ આખી ઇવેન્ટને હોસ્ટ કરનાર એક વ્યક્તિ આ આરતી શરૂ થયા પહેલાં લોકો સમક્ષ કેટલાક કલાકારનો પરિચય આપે છે સાથે જ ત્યાં ઓડિયન્સમાં બેઠેલા માત્ર બે કે ત્રણ ભારતીયોનો પણ ઉલ્લેખ કરીને જણાવે છે કે હવે અમારી ટીમ ઓમ જય જગદીશ હરે આરતીને હિન્દીમાં ગાશે. આ ઉપરાંત તે વ્યક્તિએ ભારતીય સંસ્કૃતિમાં આરતીનું શું મહત્વ હોય છે તે પણ ત્યાં હાજર વિદેશી દર્શકોને સમજાવ્યું હતું.

સ્કૂલે મોડા આવેલાં બાળકોને ટીચરે નિર્વસ્ત્ર કરી ક્લાસની બહાર ઊભા રાખી દીધા

X
Canadian children sing ‘Om Jai Jagdish’ during a Christmas concert

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી