• Home
  • Dvb
  • Dbv
  • Butler shared a selfie in front of his burned out house

ફિલ્મ '300'ના હીરો બટલરનું ઘર આગમાં બળીને રાખ, સેલ્ફી લઈને ફોટો શેર કર્યો

Butler shared a selfie in front of his burned out house

Divyabhaskar.com

Nov 12, 2018, 07:13 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેલિફોર્નિયા ઓથોરિટીએ કેમ્પ ફાયરના કારણે વધુ 6 લોકોનાં મોત થયા છે. ગત ગુરૂવારે મોડી રાત્રે જંગલોમાં લાગેલી આ આગમાં હવે મૃત્યુઆંક 31એ પહોંચ્યો છે. બ્યુટ કાઉન્ટી પોલીસ કોરી હોનાના જણાવ્યા અનુસાર, રવિવારે પેરેડાઇઝ શહેરમાંથી 5 મૃતદેહો સળગી ગયેલા મકાનો અને વાહનોમાંથી મળી આવ્યા હતા. આ આગમાં હોલિવૂડ ફિલ્મ 300ના હીરો ગેરાર્ડ બટલરનું ઘર સળગી ગયું હતું. કેલિફોર્નિયામાં લાગેલી ભયાવહ આગમાં બટલરનું ઘર પણ ઝપેટમાં આવી ગયું હતું. પોતાનું ઘર સળગ્યું હોવાની જાણ થતાં બટલર પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઘરે આવ્યો હતો. જોયું તો આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું. આગમાં બટલરની કાર અને પ્રોપર્ટી સળગી ગઈ હતી. બટલરે ઘરે સામેથી સેલ્ફી પણ લીધી હતી અને ફોટો-વીડિયો શેર કર્યા હતા.
X
Butler shared a selfie in front of his burned out house

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી