Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3300

હાથીના બદલે કમળને મત આપી દેતાં યુવકે તેની આંગળી જ કાપી નાખી, બસપાના બદલે ભાજપને અપાઈ ગયો હતો મત

  • પ્રકાશન તારીખ19 Apr 2019
  •  
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક યુવકે તેની આંગળી એટલા માટે કાપી નાખી હતી કેમકે મતદાન સમયે તેણે ભૂલથી ભાજપને વોટ આપી દીધો હતો. વાત જાણે એમ હતી કે પવનકુમાર નામનો આ દલિત યુવક બસપાનો સમર્થક છે જેણે મત હાથીના નિશાન એટલે કે બસપા(બહુજન સમાજવાદી પાર્ટી)ને આપવાનું નક્કી કર્યું હતું, પણ કોણ જાણે શું થયું કે તેણે હાથીના નિશાન પર આંગળી દબાવવાના બદલે કમળ એટલે કે ભાજપના ચૂંટણી નિશાનને દબાવીને ભાજપને વોટ કરી દીધો હતો. તેને જ્યારે આ વાતનો અહેસાસ થયો ત્યારે બહુ જ મોડું થઈ ગયું હતું. આખી વાતનો રંજ મનમાં ને મનમાં રાખીને તેણે ઘરે જઈને તેની આંગળી જ કાપી નાખી હતી. આ આખી ઘટના શિકારપુર વિસ્તારની છે જેણે લોકોમાં પણ કૂતુહલ જગાવ્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP