funny / ઈન્કમ ટેક્સમાં રાહતની જાહેરાત થતાં જ લોકસભામાં જોયા જેવી થઈ, ભાજપના સાંસદોએ આ રીતે મોદીને વધાવ્યા

Budget 2019: Laughing moments in lok sabha

Divyabhaskar.com

Feb 01, 2019, 06:15 PM IST
વીડિયો ડેસ્કઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારનું આજે વચગાળાનું બજેટ રજૂ થયું. નાણામંત્રી પીયૂષ ગોયલની સ્પીચ શરૂ થઈ ત્યારથી લોકસભામાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો. એમાંય જ્યારે ઈન્કમ ટેક્સ અંગેની જાહેરાત થઈ તો ગૃહમાં જોવાં જેવાં દૃશ્યો સર્જાયાં. ઇન્કમ ટેક્સની મર્યાદા 2.5 લાખથી વધી 5 લાખ થતાં જ સાંસદો ભાજપના સાંસદો ગેલમાં આવી ગયા. સાંસદોએ મોદી મોદીના નારાઓ લગાવી લોકસભા ગૂંજવી દીધી. ખુદ મોદી પણ હસતાં હસતાં પાટલી થપથપાવવા લાગ્યા, જ્યારે સ્પીકર સુમિત્રા મહાજન પણ હસવાનું રોકી શક્યાં નહીં.
X
Budget 2019: Laughing moments in lok sabha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી