• Home
  • Dvb
  • Dbv
  • bride refused to get married with groom due to this reason in chhapra

ફજેતી / વરરાજાના આ તાયફાથી ભડકેલી દૂલ્હને કહ્યું, કુંવારી રહીશ પણ આને તો નહીં જ પરણું

bride refused to get married with groom due to this reason in  chhapra

Divyabhaskar

Mar 12, 2019, 03:55 PM IST

બિહારમાં લગ્નમાં જે નાટ્યાત્મક ઘટનાક્રમ થયો હતો તેના કારણે લોકોએ પણ દૂલ્હનના વખાણ કર્યાં હતાં. છપરા જિલ્લાના મગાઈડીહ ગામની દિકરી એવી રિન્કીના લગ્ન બબલૂ કુમાર સાથે નક્કી કર્યાં હોવાથી જાન પણ સમયસર હાજર થઈ ગઈ હતી. જેમ જેમ લગ્નનું ચોઘડિયું નજીક આવવા લાગ્યું તેમ તેમ વરપક્ષવાળા પણ પોતાનું પોત પ્રકાશી રહ્યા હતા. અચાનક જ તે લોકોએ કન્યાપક્ષ પાસેથી ઘરેલુ સામાનની સાથે મોટી રકમનું દહેજ માગ્યું હતું. છેલ્લી ઘડીએ જ આવી માગણી થતાં જ બધા ચિંતામાં પડી ગયા હતા. જો કે બાદમાં મામલો થાળે તો પડ્યો હતો. જો કે બાદમાં વરરાજાએ લગ્નમંડપમાં જઈને જે તાયફા કર્યા હતા તે જોઈને જાનૈયાઓનું માથું પણ શરમથી ઝૂકી ગયું હતું. બાદમાં દૂલ્હને પણ આ તમાશાને મૂક પ્રેક્ષકની જેમ જોઈ રહેવાના બદલે જે કર્યું તે જોવાલાયક હતું. જોઈ લો વરરાજાની શું હાલત થઈ હતી તે આ વીડિયોમાં

X
bride refused to get married with groom due to this reason in  chhapra

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી