લાઈવ અપહરણ / બદમાશો બ્યુટી પાર્લરમાંથી ઉઠાવી ગયા દુલ્હનને, શોકિંગ ઘટના સીસીટીવીમાં કેદ

bride kidnapped in punjab from beauty  parlour

Divyabhaskar

Jan 26, 2019, 02:47 PM IST

પંજાબના મુક્તસરમાં એક ચોંકાવી દે તેવી ઘટના અને તેના સીસીટીવી બહાર આવ્યા હતા. જેમાં જાન આવે તે પહેલાં તૈયાર થવા માટે યુવતી બ્યુટી પાર્લરમાં ગઈ હતી.આ સમયનો લાભ લઈને ત્યાં જ તેનું અપહરણ કરવા માટે અંદાજે 6 જેટલા લોકો હથિયારો સાથે ત્યાં ત્રાટક્યા હતા. મોકાનો લાભ લઈને તેમણે તે દુલ્હનને અંદરથી બહાર ખેંચીને કારમાં નાખવાનો પ્રયત્ન કર્યો હતો જો કે તેઓ સફળ થતા નહોતા. વધુ હોબાળો થાય અને લોકો એકઠા થાય તે પહેલાં જ આ અપહરણકર્તાઓએ દુલ્હનને બળજબરીપૂર્વક બે પગે ઉંચકીને કારમાં નાખીને લઈ ગયા હતા. પોલીસે પણ બાદમાં આ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ બાદમાં પોલીસે પણ તપાસની ગતિ તેજ કરીને માત્ર આઠ જ કલાકમાં અપહરણકર્તાઓને મોબાઇલના લોકેશનના આધારે ટ્રેસ કરીને પકડી લીધા હતા તેમજ યુવતીને પણ મુક્ત કરાવી હતી.એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તેના મિત્રોની સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો

X
bride kidnapped in punjab from beauty  parlour

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી