CCTV: આગળ જતી બાઈકને બોલેરોએ મારી ટક્કર, 3 યુવાનો હવામાં ફંગોળાયા, 1નું મોત

bolero hits a bike one man died instantly in up

Divyabhaskar.com

Dec 13, 2018, 05:29 PM IST
વીડિયો ડેસ્ક: ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં બોલેરો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. આ ઘટનાની સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક બોલેરો પૂરપાટ ઝડપે આવી રહી છે. બોલેરોએ આગળ જતાં બાઈકને એટલી જોરદાર ટક્કર મારી કે બાઈકમાં સવાર લોકો હવામાં ફંગોળાયા હતા. બાઈકમાં ત્રણ લોકો સવાર હતા. જેમાંથી એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે સીસીટીવીને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

X
bolero hits a bike one man died instantly in up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી